Advertisement

ખંભાળિયામાં કલાકો સુધી વીજળી ગુલ

ખંભાળિયા તા. ૧૩ઃ ખંભાળિયાના પી.જી.વી.સી.એલ.એ ગ્રામ્યમાં ગઈકાલે કામગીરીના સંદર્ભમાં વીજકાપ લાદ્યો હતો, પરંતુ ગ્રામ્યની સાથે શહેરની અંદરના કોર્ટ વિસ્તાર, મુખ્ય બજાર, મામલતદાર તથા પ્રાંત કચેરી વિસ્તારમાં વીજ પુરવઠો લાંબા સમય સુધી બંધ થઈજતાં કોર્ટ વિસ્તાર, જોધપુર ગેઈટ વિસ્તારના હોસ્પિટલો, લેબોરેટરીવાળા, દુકાનદારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. મેઈન બજારમાં લાંબસમય વીજ પુરવઠો ખોરવાતા શહેરની મેઈન બ્રાન્ચ એસ.બી.આઈ.નો તમામ વહીવટ ઠપ્પ થઈ જતાં ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા હતાં અને કતારો લાગી ગઈ હતી.

જો કે ઈન્ચાર્જ ડે.ઈ. રોનક પટેલ દ્વારા એક ફીડર ફોલ્ટમાં હોય બીજા ફીડરમાં જોઈન્ટ આપીને ચાલુ કરવા પ્રયાસો કરાયેલા પણ ઓવરલોડ થતાં પ્રશ્ન વધુ બગડ્યો હતો. મોડેથી વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં શહેર સબ ડિવિઝન ઈજનેરની બદલી વડત્રામાં થઈ છે. તેમના સ્થાને હજુ કોઈ નિમાયા નથી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit