| | |

નગરમાં અકળાવનારી ગરમીઃ મહત્તમ ૩પ ડીગ્રી

જામનગર તા. ૯ઃ જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં આંશિક વધારો થયો હતો.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. નગરના નભમાં સૂર્યદેવતા દેખા દેતા વાતાવરણમાં ગરમી પ્રસરવા માડે છે. જેમાં બપોર સુધીમાં તાપમાન ૩ર ડીગ્રીથી વધી જતા ગરમીમાં પણ વધારો થઈ જાય છે.

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં અઢી ડીગ્રીનો અને બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં દોઢ ડીગ્રીનો વધારો થતાં ગરમીમાં પણ વધારો થયો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન રપ.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પાંચથી સાત કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit