Advertisement

જોડિયા આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો

હડિયાણા તા. ૧૩ઃ સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. ચંદ્રેશભાઈ ભાંભીના માર્ગદર્શન હેઠળ આઈસી ડીએસ વિભાગ દ્વારા પોષણ માસ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ રેલી, રંગોળી,વાનગી સ્પર્ધા, વાનગી નિદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કુપોષણમુકત જોડિયા બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં. સામાન્ય લોકો પણ પોષણ પ્રત્યેય જાગૃત થાય તે માટે જનઆંદોલન સ્વરૃપે વિવિધ વિભાગો સાથે સંકલન કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોડિયા ઘટક દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ સાથે સંકલન કરી અતિકુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં અવ્યું હતું. દાતા જોડિયા હુન્નળ શાળા સંસ્થા, જોડિયા ગામના સરપંચ, અશોકભાઈ વર્મા, તાલુકા પંચાયત કચેરી, જોડિયા નિવૃત્ત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, ગીરીશભાઈ જોષી, ઠકકર જયોતિબેન જયશંકર, દલસાણીયા, મનસુખભાઈ રાઘવજીભાઈ અને અન્ય દાતા દ્વારા અતિકુપોષિત બાળકોને ન્યુટ્રીકીટ આપવામાં આવી હતી. આઈસીડીએસના સીડીપ્ીઓ નર્મદાબેન ઠોરીયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ડો. હાર્દિક રોમલીયા દ્વારા  પોષણના મહત્ત્વ વિશે સમજાવેલ અને વાલીઓને આંગણવાડી દ્વારા આપવામાં આવતી સેવાઓનો લાભ લઈ પોતાના બાળકોને સુપોષિત કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ડો. ચંદ્રેશભાઈ ભાંભી, તાલુકા વિકાસ અધિકારી, માધુરીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, વલ્લભભાઈ ગોઠી, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન, જયોત્સનાબેન ભીમાણી, બાળ વિકાસ યોજના અધિકારી, નર્મદાબેન ઠોરીયા, હાજર રહ્યા હતાં. મુખ્ય સેવિકા વિજ્યાબેન ગોહેલ દ્વારા  મહેમાનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ઘટક કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit