Advertisement

જામનગરના અલિયા ગામના ૩૨ વર્ષીય યુવાનનું અકળ કારણથી વિષપાનઃ સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૧૩ઃ જામનગરના અલિયા ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાને રવિવારે અગમ્ય કારણથી ઝેરી દવા પી લીધા પછી આ યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના મોટાભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયાથી અલિયા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા નવા પરામાં રહેતા જલ્પેશભાઈ કીર્તિભાઈ પંડયા નામના બત્રીસ વર્ષના વિપ્ર યુવાને ગયા રવિવારે બપોરે કોઈ અગમ્ય કારણથી ઝેરી પ્રવાહી પી લીધું હતું. જેની જાણ થતાં આ યુવાનને સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

આ યુવાનની શરૃ કરાયેલી સારવાર દરમ્યાન ગઈકાલે સાંજે જલ્પેશભાઈનું મૃત્યુ નિપજયું છે. જેની તેમના મોટાભાઈ બ્રિજેશભાઈ પંડયાએ પોલીસને જાણ કરી છે. પંચકોષી એ ડીવીઝનના એએસઆઈ ડી. સી.ગોહિલે મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit