Advertisement

મોબાઈલમાં આવતાં કોલ-મેસેજની જાણ પરિવારને થઈ જતાં તરુણીની આત્મહત્યા

લાલપુરના નાની રાફુદડમાં પ્રસરી અરેરાટીઃ

જામનગર તા. ૨૯ઃ લાલપુરના નાની રાફુદડ ગામમાં વસવાટ કરતાં એક પરિવારની સગીર વયની પુત્રીને મોબાઈલ પર કોલ-મેસેજ આવતાં હતા. તેની જાણ ભાઈને થયા પછી કાકા સુધી વાત પહોંચતા હવે પરિવારજનો ઠપકો આપશે તેમ માની આ તરૃણીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

લાલ૫ુર તાલુકાના નાની રાફુદડ ગામમાં અરેરાટી પ્રસરાવનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ તે ગામમાં વસવાટ કરતાં અને ખેતીકામ કરતાં સતવારા જેન્તીલાલ મનજી સોનગરા નામના પ્રૌઢની સોળ વર્ષની પુત્રી રિદ્ધિએ ગઈકાલે સવારે પોતાના ઘરમાં છતમાં રહેલા પંખાના હૂકમાં સાડી વડે ગાળિયો પરોવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની પરિવારને જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ હતી. પોલીસે આ તરૃણીને નીચે ઉતારી ચેક કરતાં તેણી મૃત્યુ પામેલી જણાઈ આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી પિતા જેન્તીલાલનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની પુત્ર રિદ્ધિને મોબાઈલમાં કેટલાંક કોલ તથા મેસેજ આવતા હતાં. જેની પરિવારને જાણ થઈ જતાં ઠપકો મળવાની ભીતિથી રિદ્ધિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી છે.

અગાઉ પણ રિદ્ધિને તેના મોબાઈલ પર કોલ-મેસેજ આવતા હતાં. તેની જાણ ભાઈ હિરેનને થઈ ગઈ હતી અને તેણે પોતાના કાકા હિતેષભાઈને આ બાબતની વાત કરી હતી. તેથી ઉપરોક્ત બાબત આખા પરિવારે ધ્યાનમાંં આવશે તો ઠપકો મળશે તેમ માની આ તરૃણીએ મોતને મીઠું કરી લીધું છે. જમાદાર ટી. બી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit