આજથી રાજ્યમાં મહિલા સશક્તિ કરણપખવાડીયું ઉજવાશેઃ સેટકોમ દ્વારા કાર્યક્રમો

જામનગર તા. ૧ઃ આજથી ૧૪ ઓગસ્ટ સુધી રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડીયુ ઉજવાશે. જેમાં સેટકોમના માધ્યમથી રાજ્યકક્ષાએથી વિવિધ કાર્યક્રમો રજુ થશે.

મહિલાઓના વિકાસના વિવિધ મુદ્દા ઉપર વિકાસલક્ષી કામગીરી કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬થી સમગ્ર રાજ્યમાં ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મહિલા સુરક્ષા, વિકાસ, સ્વાવલંબન, નેતૃત્વ, શિક્ષણ જેવા વિષયો પર મહિલાઓને પ્રેરિત કરીને 'નારી તું નારાયણી'ના સૂત્રને વાસ્તવિક સ્વરૃપ આપવા માટે આ પખવાડીયાની ઉજવણી કરવામાં આવતી હોય છે. સાંપ્રત સ્થિતિમાં કોવિડ-૧૯ને અનુલક્ષીને આ ઉજવણી આ વર્ષે રાજ્યકક્ષાએથી સેટકોમ દ્વારા વિવિધ પ્રસારણ કરીને કરવામાં આવશે. તા. ૧-૮-૨૦૨૦ થી તા. ૧૪-૮-૨૦૨૦ સુધીના રાજ્ય કક્ષાના તમામ કાર્યક્રમોનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ-(૧૫૨) થી  બપોરે ૧ થી ૨ કલાકે તેમજ ડીડી ગિરનાર ઉપર સાંજે ૬ઃ૩૦ થી ૭ કલાકે કરવામાં આવશે. આ સાથે જ ફેસબુક પર અને ુષ્ઠઙ્ઘખ્તેદ્ઘટ્ઠટ્ઠિં તેમજ અર્ેંેહ્વી ચેનલ પર પણ પ્રસારણ જોઈ શકશે.

આ પ્રસારણ રાજ્યના અંતરિયાળ વિસ્તારની બહેનો પણ જોઈ શકે તેમાં જોડાઈ અને રાજ્યના છેવાડાના માનવી સુધી પણ આ કાર્યક્રમ સરળતાથી પહોંચી શકે તે રીતે આ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે.

આ પખવાડીયા દરમિયાન ૧ ઓગસ્ટના મહિલા સુરક્ષા દિવસ, ૨ ઓગસ્ટના દીકરી દિવસ (બેટી બચાવો બેટી પઢાવો), ૩ ઓગસ્ટના મહિલા સ્વાવલંબન દિવસ, ૪ ઓગસ્ટના મહિલા નેતૃત્વ દિવસ, ૫ ઓગસ્ટના મહિલા આરોગ્ય દિવસ, ૬ ઓગસ્ટના મહિલા કૃષિ દિવસ, ૭ ઓગસ્ટના મહિલા શિક્ષણ દિવસ, ૮ ઓગસ્ટના મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, ૯ ઓગસ્ટના મહિલા કલ્યાણ દિવસ, ૧૦ ઓગસ્ટના મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, ૧૧ ઓગસ્ટના મહિલા કર્મયોગી દિવસ, ૧૨ ઓગસ્ટના મહિલા કાનૂની જાગૃતિ દિવસ, ૧૩ ઓગસ્ટના શ્રમજીવી મહિલા દિવસ અને ૧૪ ઓગસ્ટના મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit