પાકિસ્તાન સેનાધ્યક્ષની ચીનની મુલાકાતઃ નવા-જુનીના એંધાણ

નવી દિલ્હી તા. ૯ઃ ચીનની મુલાકાતે ઈમરાન ખાન પહોંચે તેની પહેલા જ સોમવારે પાક.ના સેનાધ્યક્ષ બાજવાએ ચીનની મુલાકાત લીધી તે ઘણી સૂચક મનાય છે. તખ્તાપલટની તૈયારીના સંદર્ભે નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગઈકાલે ફ્રાન્સ જઈને ભારત રક્ષા મંત્રી રાજનાથસિંહે રાફેલની ડિલિવરી લીધી અને તેમાં ઊડાન ભરી, તેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અવારનવાર અણુયુદ્ધની ધમકી આપતા ઈમરાન ખાન અને તેના મંત્રીઓ હવે ભારત પીઓકે પર આક્રમણ કરશે, તેવી આશંકાથી ફફડી રહ્યા છે.

પીઓકેના લોકોને ઢાલ બનાવીને શ્રીનગર સુધી કૂચ કરવાની ડંફાસો પછી આ કૂચને સરહદ ઓળંગતા પહેલા જ અટકાવી દેવી પડી, તેથી પાકિસ્તાનની ફજેતી પણ થઈ છે. હવે સેંકડો આતંકીઓને કાશ્મીરમાં ઘૂસાડીને રક્તપાત મચાવવાના કાવતરા થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ઘરઆંગણે ઘેરાયેલા ઈમરાન ખાન હવે ચીનના મજબૂત ટેકા માટે હડિયાપટ્ટી કરી રહ્યા છે, પરંતુ સ્વાર્થી ચીન પાકિસ્તાન માટે પોતાના હિતોને જોખમમાં મૂકે તેમ નથી. બીજી તરફ ઈમરાન ખાનના તખ્તાપલટની તૈયારી થઈ રહી હોવાનું ચર્ચાય છે. પાક. સેનાના વડાની ચીનની અણધારી મુલાકાત પણ કાંઈક આ પ્રકારના જ સંકેતો આપી રહી છે, તેથી પાકિસ્તાનમાં નવાજુનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit