લઘુમતિ વિસ્તારમાં આંગણવાડીની સુવિધા આપવા અંગે રજૂઆત

જામનગર તા. ર૬ઃ જામનગરના બાલાચડીમાં આવેલ ગુલે ગુલઝાર વિસ્તાર તથા જોડિયાનો ડોબર સીમ વિસ્તાર મુસ્લિમ વિસ્તાર છે. આ બન્ને વિસ્તારમાં આંગણવાડીની સુવિધા નથી આથી લઘુમતિ વિસ્તારમાં આંગણવાડીની સુવિધા પૂરી આપવા જોડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એન.બી. આહિરે જામનગર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.

close
Nobat Subscription