| | |

વાઘબકરી ટી ગ્રુપ દ્વારા પીએમ-સીએમ ફંડમાં રૃપિયા ૩.પ૦ કરોડનું યોગદાન

અમદાવાદ તા. ર૩ઃ પીએમ કેર્સ ફંડને વાઘ-બકરી ટી ગ્રુપ દ્વારા લગભગ રૃા. ર કરોડનું દાન આપવામાં આવ્યું છે. ઉપરાંત ગ્રુપના બોર્ડ ઓફ ડાયરેક્ટરો સાથે કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે એક દિવસનો પગાર દાન કરીને રૃા. ૧૩ લાખનું વધારાનું યોગદાન આપ્યું છે. ગ્રુપે વર્તમાન આરોગ્ય કટોકટી સામે લડવા અને તેમાંથી બહાર લાવવા માટે સૌથી વધુ અસરગ્રસ્તમાંથી એક રજ્ય ગુજરાતને મદદરૃપ થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભંડોળમાં રૃા. ૧ કરોડનું દાન આપ્યું છે. આ અવસરે મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રશેષ દેસાઈએ જણાવ્યું હતું કે, સર્વ ભારતીય કોવિડ વોરિયર્સ માટે મારી સાથે એક દિવસનો પગાર સ્વૈચ્છિક રીતે આપીને અમારા સ્ટાફ અને કર્મચારીઓએ રૃા. ૧૩ લાખ ભેગા કર્યા તે બદલ તેમનો પણ આભારી છું. જે ઈતિહાસમાં મઢેલા વાઘ-બકરી સંબંધના અસલી અર્થનું ઘોતક છે. વાઘ-બકરી ટી ગ્રુપે રૃા. ૩૦ લાખના પીપીઅઈ માસ્ક, હાથમોજા, ડિસ્પોઝેબલ ફેસ માસ્કસ અને કુલ બોડી પ્રોટેકશન કિટ્સનું દાન કરીને અમદાવાદ, જામનગર અને ભૂજના કેન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં ભારતીય લશ્કર દ્વારા નિર્મિત પપ૦ બેડની કોવિડ હોસ્પિટલને પણ ટેકો આપ્યો છે. ગ્રીન ટી અને આઈસ ટીનું સેવન રોગ પ્રતિકારકતા વધારવા માટે સુચિત કરવામાં આવે છે, ત્યારે ગ્રુપે ર૦૦ જેટલા ટ્રાફિક ચેકપોઈન્ટસ ખાતે ગુજરાતમાં ફરજ બજાવતા ર૦૦૦ જેટલા પોલીસ અને આરોગ્ય કર્મચારીઓની રોગ પ્રતિકારકતા વધારવામાં મદદરૃપ થવા મટો રોજ ગ્રીન ટી નું વિતરણ કરી રહી છે. વાઘ-બકરીની ટીમો ગુજરતભરમાં ગ્રીન ટી નું પણ વિતરણ કરી રહી છે અને અત્યાર સુધી પ૦,૦૦૦ જેટલાં ટી પેક્સનું વિતરણ કર્યુ છે. ગ્રુપે બ્લાઈન્ડ પીપલ એસોસિએશન (બીપીએ) અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, પંજાબ નેશનલ બેંક (ટ્રાન્સ યમુના શાખા દિલ્હી), અક્ષય પાત્રા (મથુરા-યુ.પી.), મથુરા શાખા અને શ્રી ગુરૃનાનક સ્પોર્ટસ એજ્યુકેશન સોસાયટી, ભટિંડા (પંજાબ) દ્વારા વિતરિત હજારો ફૂડ અને રેશન કિટ્સમાં પણ યોગદાન આપ્યું છે. વાઘ બકરી ટી ગ્રુપ અમદાવાદ શહેરમાં ૩૦ અલગ-અલગ આશ્રયસ્થાનોમાાં રહેતા આશરે ૩૦૦૦ લોકોને ચા અપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને પણ ટેકો આપી રહી છે. કોરોનાના સંક્રમણમાં કુલ ૩.પ૦ કરોડનું યોગદાન અપી વાઘ-બકરી ગ્રુપે સરકાર અને સમાજ પ્રત્યેના સમર્પણ અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યુ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit