એસ્સાર પાવરનો કન્વેચર બેલ્ટ રિપેર થઈ જતાં કોલસાની શીપનું આગમન

ખંભાળીયા તા. ર૬ઃ ખંભાળીયા નજીક પરોડીયા ગામ પાસે એસ્સાર પાવર કંપનીનો કન્વેચર બેલ્ટ આગમાં સળગી ગયા પછી તેને રીપેર કરી દેવામાં આવ્યો છે અને તેથી બે દિવસ પહેલાં જ કોલસાની શીપ આવી ગઈ છે. હાલમાં લોકડાઉન ચાલુ હોય કોલસાનું અનલોડીંગ નહીં કરવા સરપંચ તથા ગ્રામજનોએ રજૂઆત કરી છે. શીપના ક્રુ મેમ્બર ગામમાં આવતા હોવાની પણ રજૂઆત થઈ છે. આ સંજોગોમાં જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે, સરકારે પોર્ટના કામકાજ ચાલુ રાખવાની છૂટ આપી છે તેમજ શીપના કોઈ ક્રૂ મેમ્બર ગામમાં આવ્યા નથી કે આવતા નથી.

close
Nobat Subscription