Advertisement

જામ્યુકોની સ્ટેન્ડીંગમાં રૃા. ર૮૧ લાખના વિવિધ વિકાસ કામોના ખર્ચને મંજૂરી

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં કુલ રૃા. ર૮૧ લાખ અને ૪૧ હજારના વિવિધ વિકાસ ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મ્યુનિ. કમિશ્નર વિજયકુમાર ખરાડી ઉપરાંત ૧૦ સભ્યો માટે અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુભાષ બ્રીજથી સાત રસ્તા સુધીના ઓવરબ્રીજના કામમાં નડતરરૃપ પાણીની પાઈપલાઈન શિફટીંગ કરીને નવી એમએસ પાઈપ લાઈન નાંખવ તથા હૈયાત પાઈપલાઈન ડીસમેન્ટલ કરી જે.એમ.સી. સ્ટોર્સમાં જમા કરાવવાના કામ માટે રૃા. ૧ કરોડ પ૮ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

ઉપરાંત સોલેરીયમ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઈપ લાઈન નેટવર્કના કામ માટે રૃા. ૧૦ લાખ પ૦ હજાર, સમર્પણ ઈ.એસ. ચારથી વોટર ટેન્ક મારફત પાણી વિતરણ કરવાનું વધારાનું રૃા. ૧ લાખ ૬૪ હજારનું ખર્ચ પીસીએ ૧૦ ટકાની ખરીદી માટે વધારાનું રૃા. ર૧ લાખ ૬૭ હજારનું ખર્ચ, ધારાસભ્ય આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની સંયુક્ત ગ્રાન્ટ અન્વયે જી.જી. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સપ્લાય કમિશનીંગ, ટેસ્ટીંગ વિગેરે ખર્ચ માટે રૃા. ૪૭ લાખ ૪૯ હજારનો ખર્ચ, સ્ટેજ, મંડપ કામના વાર્ષિક ખર્ચ માટે રૃા. રર લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

તેમજ શહેરના પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા માટે ઈલેક્ટ્રો મીકેનિકલ વકર્સ ઓફ પમ્પીંગ મશીનરી તેમજ ઈક્વીપમેન્ટ એન્ડ સિવિલ વર્ક ઓફ સુએઝ પમ્પીંગ સ્ટેશન તથ રાઉન્ડ ધ ક્લોક પ્રોપર પમ્પીંગ ઓફ સુએઝના કામ અન્વયે કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન મેઈન્ટેનન્સ અને રીપેરીંગના કામનું વધારાનું ખર્ચ અન્વયે રૃા. ૧૦ લાખ ર૪ હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. સિવિલ વેસ્ટ ઝોન વોર્ડ નં. ૧, ૬ અને ૭ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ પાથરી) આપવાના કામ માટે વધારાનો રૃા. ૭ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિશિષ્ટ કામગીરી બજાવેલ કર્મચારીને પ્રોત્સાહનરૃપે ૪૧ કર્મચારીને પ્રત્યેકને સાત હજારની રકમ ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લેબર શાખાના કર્મચારી ચંદ્રવદનભાઈ મહેતાનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit