Advertisement

જામનગર શહેરને પાણી પૂરૃં પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

જામનગર તા. ૧૪ઃ જામનગર શહેરને પાણી પૂરૃં પાડતા રણજીતસાગર ડેમ, ઊંડ-૧ અને આજી-૩ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અથવા તો પૂરા ભરાયા છે ત્યારે ચોથો ડેમ સસોઈ ડેમ કે જેમાંથી પણ શહેરને પાણી પૂરૃં પાડવામાં આવે છે. જેમાં પણ ગઈકાલે વ્યાપક પ્રમાણમાં પાણી આવ્યું છે અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

સસોઈ ડેમ કે જેમાંથી જામનગર શહેરને પાણી પૂરૃં પાડવામાં આવે છે. ઉપરાંત આસાપસના વિસ્તારમાં સિંચાઈ માટે પણ પાણી છોડવામાં આવે છે. જે ડેમમાં ગઈકાલે ૭ ફૂટની સપાટી છલકાવા માટે બાકી હતી. દરમિયાન મોડી રાત્રે તેમજ આજે વહેલી સવારે છ ફૂટ જેટલું પાણી આવી ગયું છે હવે માત્ર એક ફૂટ બાકી છે. જેથી પાડતો ચોથો ડેમ પણ  તેથી સવા વર્ષ સુધી ચાલી શકે તેટલો પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બની ગયો છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit