જામનગરના તમામ કોર્પોરેટરો એક માસનો પગાર રાહત ફંડમાં આપશે

જામનગર તા. ર૬ઃ કોરોના વાઈરસની દહેશત સામે લોકડાઉન જાહેર કરાયું છે. બીજી તરફ મસમોટા ખર્ચને પહોંચી વળવા લોકો આર્થિક સહયોગ આપી રહ્યા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાના તમામ ૬૪ કોર્પોરેટરોએ એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે.

જામનગર મહાનગરપાલિકાના ભાજપ તેમજ વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ સંયુક્ત રીતે જાહેર કરીને એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. આમ, ૬૪ કોર્પોરેશનના કુલ રૃપિયા ૬ લાખ ૪૦ હજારની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

જામનગરના મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરસન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી, વિપક્ષના નેતા અલ્તાફ ખફી વગેરેએ લોકોને અપીલ કરી છે કે લોકો જ્યાં ત્યાં ગંદકી ફેલાવે નહીં, નિયત સ્થળે જ કચરો ફેંકવાનો આગ્રહ રાખવામાં આવે. મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી અને કચરો ઉપાડવાની કામગીરી નિયમિત સ્વરૃપે ચાલી જ રહી છે.

close
Nobat Subscription