જામનગરમાં વધુ એક વખત વીજ ચેકીંગઃ નગરમાં રૃપિયા સાડા દસ લાખની વીજ ચોરી

જામનગર તા. ૩ઃ જામનગરની સ્થાનીક પીજીવીસીએલ કચેરી દ્વારા આજથી શરૃ કરાયેલા વીજ ચેકીંગમાં નગરના કાલાવડ નાકા થી સાધના કોલોની સુધીના વિસ્તારમાંથી રૃપિયા સાડા દસ લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે.

જામનગરની સ્થાનીક ૫ીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પાેરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત આજ થી વધુ એક વખત વીજ ચેકીંગનો દોર શરૃ કરવામાં આવ્યો છે. આજે સવારે જામનગર સિટી-ર ડિવિઝન હેઠળ આવતાં ખંભાળીયા નાકા, નગરસીમ, જીઆઈડીસી સબ ડિવિઝનના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નગરના સાધના કોલોની નંદનવન સોસાયટી, કાલાવડ નાકા બહારનો વિસ્તાર તેમજ ૪૯ દિ. પ્લોટ વિગેરે સ્થળે વીજ અધિકારીઓની બનેલી ર૭ ટુકડીઓ દોડી ગઈ હતી. તેઓની સાથે સુરક્ષામાં ર૧ એક્સ આર્મી મેન અને સ્થાનીક પોલીસના ૭ જવાનો, ૩ વિડીયો ગ્રાફર સાથે જોડાયા હતાં.  આજે બપોરે પૂર્ણ થયેલી કાર્યવાહી દરમ્યાન ૪ર૭ વીજ જોડાણો ચેક કરાતાં ૬પ જોડાણોમાં ગેરરીતી મળી આવતાં તેના ધારકોને રૃપિયા ૧૦.૬૦ લાખના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit