| | |

દેશમાં સવા લાખથી વધુ કોરોનાના પોઝિટિવ કેસઃ ૩૭ર૦ ના મૃત્યુ

નવી દિલ્હી તા. ર૩ઃ દેશમાં કોરોનાના કેસની ગતિ વધી રહી છે, અને ર૪ કલાકમાં સાડા છ હજારથી વધુ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના સવાલાખથી વધુ કેસ નોંધાયા છે, અને ૩૭ર૦ મૃત્યુ થયા છે.

ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૬૬પ૪ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૩૭ લોકોના મૃત્યુ થયા છે. હવે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧રપ૧૦૧ થઈ ગઈ છે. તેમાંથી ૬૯પ૯૭ કેસ એક્ટિવ છે. તો કોરોના વાયરસના લીધે મૃતકોની સંખ્યા વધીને ૩૭ર૦ થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે, પ૧૭૮૪ દર્દી સાજા થઈ ગયા છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકની અંદર ૧૪ નવા હોટસ્પોટ બન્યા, જે અત્યાર સુધીમાં સૌથી વધુ હોટસ્પોટનો રેકોર્ડ છે. તેની સાથે જ હવે દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોનની કુલ સંખ્યા વધીને ૯૨ પર પહોંચી ગઈ છે. જો કે આ સમયગાળા દરમ્યાન દિલ્હીનો એક વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનની યાદીમાંથી બહાર પણ થયો છે. આની પહેલા ગુરૃવારના કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના લીધે ૧૪૮ લોકોના મોત થયા હતા. આ અંગે માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે ગુરૃવારે સવારથી ૧૪૮ લોકોની આ વાયરસના લીધે મોત થયું અને ૬૦૮૮ નવા કેસ સામે આવ્યા. દેશમાં ૬૬૩૩૦ સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે, તે સંક્રમિત થયેલા ૪૮૫૩૩ લોકો હવે સ્વસ્થ થઈ ગયા છે અને એક દર્દી વિદેશ જતો રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં અંદાજે ૪૦.૯૭ ટકા દર્દી સંક્રમણમાંથી બહાર આવી ચૂક્યા છે. જે લોકોના સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે તેમાં વિદેશી પણ સામેલ છે. ગુરૃવારથી સવારથી સંક્રમણના લીધે જે ૧૪૮ લોકોના મોત થયા છે. તેમાં મહારાષ્ટ્રમાં ૬૪, ગુજરાતમાં ૨૪, દિલ્હીમાં ૧૮, ઉત્તર પ્રદેશમાં ૧૧, તામિલનાડુમાં ૭, પશ્ચિમ બંગાળમાં ૬, તેલંગણામાં ૫, રાજસ્થાનમાં ૪, મધ્યપ્રદેશમાં ૩, જમ્મુ-કાશ્મીરમાં ૨, બિહાર-હરિયાણા-પંજાબમાં ૧-૧ વ્યક્તિ સામેલ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit