કોરોના વાયરસનો મૃતાંક વધીને ૧૪૯૧ થયોઃ હજારોની હાલત ગંભીર

બેઈજિંગ તા. ૧૪ઃ કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે, અને મૃતાંક ૧૪૯૧ સુધી પહોંચી ગયો છે, ચીનનું આરોગ્ય તંત્ર પણ નિઃસહાય બની ગયું હોય તેમ જણાય છે.

ચીનમાં ભારે આંતક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે ચીનમાં હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં કોઇ સુધારો થવાના સંકેત દેખાઇ રહ્યા નથી. કોરોના વાયરસથી ગ્રસ્ત કેસોની સંખ્યા હવે વધીને ૬૫૨૪૭ ઉપર પહોંચી ગઇ છે. મોતનો આંકડો વધીને ૧૪૯૧ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે રિક્વર થયેલા લોકોની સંખ્યા ૭૦૯૯ સુધી પહોંચી ગઇ છે.

હાલમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૫૬ હજારથી વધારે રહેલી છે. જે પૈકી હજારો તો ગંભીર હાલતમાં છે. હજુ કુલ કેસો પૈકી ગંભીર રહેલા કેસોની સંખ્યા ૧૯ ટકા અથવા તો ૧૦૬૦૮ જેટલી છે.  ચીનમાં કોરોના વાયરસના કારણે સરેરાશ ૧૦૦ લોકોના દરરોજ મોત થઇ રહ્યા છે.  ચીનમાં આરોગ્ય તંત્ર આ કોરોના વાયરસની સામે નિસહાય છે. કોઇ કાબુ મેળવી લેવામાં સફળતા મળી રહી નથી. લોકોની હાલત કફોડી બનેલી છે.

ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.

ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે.

close
Nobat Subscription