| | |

જામનગર કેન્સર રીસર્ચ ઈન્સ્ટિ. દ્વારા વિનામૂલ્યે તાલીમનું આયોજન

જામનગર તા. ૯ઃ જામનગરની કેન્સર રિસર્ચ ઈસ્ટિટ્યુટ તથા ઈન્ડિયન એસોસિએશન ઓફ પેલીએટીવ કેર દ્વારા ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (અમદાવાદ) ના સહયોગથી તા. ૧૪ અને ૧પ ઓક્ટોબરે કેન્સરના દર્દીઓની સંભાળ અંગે વિનામૂલ્યે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સર અવેરનેસ તથા કેન્સરના દરદીઓની સેવા કરવા માંગતા હોય તે લોકો પણ જોડાઈ શકે છે.

ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના કમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટરના સીઈઓ ડો. ગીતાબેન જોષી તાલીમ આપશે.

આ તાલીમમાં જોડાવા અંગે વધુ વિગતો માટે પ્રોજેક્ટ ચેરમેન મનોજભાઈ મણિયાર, દિશાબેન કુકડિયા, પ્રમુખ ડો. કલ્પનાબેન ખંઢેરિયા, મંત્રી ગીતાબેન સાવલા, ખજાનચી એમ.યુ. ઝવેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit