| | |

ચીનની ડબલ ઢોલકીઃ ભારતનો સત્તાવાર વિરોધ

નવી દિલ્હી તા. ૧૦ઃ કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય હોવાનું જણાવી પાકિસ્તાનને ઝટકો આપ્યા પછી હવે ચીને શી જિનપિંગ સાથે ઈમરાન ખાનની મુલાકાત પછી જે ગોળ-ગોળ નિવેદન આપ્યું છે, તેથી એ પૂરવાર થયું છે કે ચીનનો ભરોસો થાય તેમ નથી. ચીનના વિદેશમંત્રીએ કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય ગણાવ્યા પછી ત્યાંના રાષ્ટ્રપતિએ ઈમરાન ખાનને કહ્યું કે ચીન કાશ્મીર પ્રશ્ને બારિકાઈથી નજર રાખી રહ્યું છે, જો કે તેમણે એમ પણ કહ્યું કે, સંબંધિત પક્ષો આ પ્રશ્ન વાટાઘાટોથી ઉકેલી શકે  છે.

ચીન અને પાકિસ્તાનના સંબંધો મજબૂત છે. કાશ્મીરનો પ્રશ્ન પૂર્વ ઈતિહાસ સાથે જોડાયેલો છે, અને તેને યુનોના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરારો હેઠળ ઉકેલવો જોઈએ. ચીન એકતરફી કદમનો વિરોધ કરે છે, તે પ્રકારનું નિવેદન ચીન સરકારે પ્રેસનોટ દ્વારા આપ્યું છે. આમ, ચીને ડબલ ઢોલકી વગાડી છે, જેનો ભારતે વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ભારતનું વલણ કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપને સ્વીકારતું નથી, તેવી સ્પષ્ટ વાત કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવી દીધું છે કે કલમ-૩૭૦ હટાવીને જમ્મુ-કાશ્મીર-લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવોએ ભારતનો આંતરિક મામલો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit