Advertisement

બેટ દ્વારકાના ૧૫ હજાર નાગરિકોનું આરોગ્ય રામભરોસેઃ ભાજપના જ અગ્રણીએ કરી રજૂઆત!

ઓખા તા. ૧૦ઃ બેટ આરોગ્ય કેન્દ્રના રેસીડેન્ટ મેડિકલ ઓફિસર બેટને બદલે મીઠાપુર રહેતા હોય બેટ દ્વારકા ટાપુની પંદર હજારની જનતાનું આરોગ્ય રામ ભરોસે હોવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત ખંભાળીયાથી ગાંધીનગર સુધી ઉચ્ચસ્તરીય ફરિયાદ કરવામાં આવી છે.

ઓખા શહેર યુવા ભાજપના પ્રમુખ તથા ઓખા નગરપાલિકાના ભાજપના સદસ્ય અમર ગાંધી દ્વારા કરાયેલ ઉચ્ચસ્તરીય રજૂઆત અનુસાર ઓખા નગરપાલિકા વિસ્તારના બેટ દ્વારકા ટાઉનની આશરે પંદર હજાર જેટલી માનવવસ્તી વચ્ચે એકમાત્ર બેટનું સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલ છે. બેટના આરોગ્ય કેન્દ્રને રસીડેન્ટ મેડિકલ ઓફિસરડો. ગીતા રાઠોડ આશરે દોઢ વર્ષથી ફરજ બજાવે છે. પરંતુ બેટના આર.એમ.ઓ. બેટ દ્વારકામાં સરકારી કવાર્ટર હોવા છતાં બેટને ટાપુ સ્વરૃપે આવેલ હોય તેથી દૂર મીઠાપુરમાં રહી અપડાઉન કરતા હોય, મોટાભાગે ટાઈમીંગમાં અનિયમિત રહેતા હોવાની તેમજ તેમની ગેરહાજરીથી બેટની પંદર હજારની જનતાનું જાહેર આરગ્ય રામભરોસે હોય તેમ આકસ્મિક સંજોગોમાં બેટવાસીઓને ડોકટરી સહાય મળતી ન હોવાની તેઓને અનેક ફરિયાદો મળી છે. ઉપરાંત બેટ ટાપુ વિસ્તાર હોય અહી અન્ય કોઈ ડોકટર કે મેડિકલ સુવિધા ઉપલબ્ધ ન હોય બેટ દ્વારકાના રેસીડેન્ટ મેડિકલ ઓફિસર કાયમી બેટમાં હાજર રહે તેવી માંગણી ઉઠવા પામી છે.

ઓખા શહેર યુવા ભાજપ પ્રમુખ અમર ગાંધીએ આ સાથે રાજ્યના આરોગ્ય મંત્રી નિતીન પટેલ, જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા સહિતના અધિકારીઓને ટ્વીટ કરી બેટ ગ્રામજનોની સમસ્યા અંગે વાકેફ કરી તુરંત પગલાં લેવા માંગણી કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit