Advertisement

દીકરીના લગ્નની ખરીદી કરવા જતા માતા-પિતા મોટર સાથે પાણીમાં તણાયા

બન્નેના મોડીસાંજે વહેણમાંથી સાંપડયા મૃતદેહઃ

જામનગર તા. ૧૪ઃ પોરબંદરના ખાગેશ્રી ગામમાં વસવાટ કરતાં અઘેરા પરિવારની પુત્રીના લગ્ન નિરધારવામાં આવ્યા પછી ગઈકાલે પુત્રીના માતા-પિતા રાજકોટ ખરીદી કરવા માટે મોટરમાં નીકળ્યા હતા. તેઓ જામજોધપુર-જામનગર ધોરીમાર્ગ પર સમાણા નજીકના કોઝ-વે પરથી મોટર સાથે તણાઈ ગયા હતા. આ દંપતીના મૃતદેહ ગઈકાલે સાંજે વહેણમાંથી સાંપડયા છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામમાં રહેતા રમેશભાઈ નારણભાઈ અઘેરાની પુત્રીના તાજેતરમાં લગ્ન માટે અઘેરા પરિવાર તૈયારીઓ કરી રહ્યો હતો. તે દરમ્યાન ગઈકાલે રમેશભાઈ તથા તેમના પત્ની મનિષાબેન અઘેરા કેટલીક ખરીદી કરવા માટે ગઈકાલે મોટરમાં ખાગેશ્રી ગામથી રવાના થયા હતા.

આ દંપતી જામજોધપુર પહોંચ્યા પછી ત્યાં રોકાયુ હતુ અને તે પછી રાજકોટ જવા નીકળ્યું હતું. તેઓની મોટર સમાણા થઈને આગળ વધી ત્યારે એક કોઝ-વે પર પુરપાટ પાણી વહી રહ્યુંં હતુ તેમાં તણાઈ ગઈ હતી.

મોટર સાથે ઉપરોકત દંપતી ગુમ થયા પછી ગઈકાલે સાંજે તે બન્ને વ્યક્તિઓના મૃતદેહ પાણીના વહેણમાંથી મળી આવ્યા હતાં. એકતરફ દીકરીના લગ્નનો પ્રસંગ આવી રહ્યો હતો, તેની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે લગ્નની ખરીદી કરવા જઈ રહેલા માતા-પિતાના તણાઈ જવાથી મૃત્યુ નિપજયાના અહેવાલ આવતાં અઘેરા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit