Advertisement

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના ગુન્હામાં ધરપકડઃ રીમાન્ડ મંજુર

પહેલી વખત પાંચ વર્ષ અને બીજી ભૂલમાં સાત વર્ષ સુધીની સજા ઉપરાંત દસ લાખ સુધીનો દંડઃ

મુંબઈ તા. ર૦ઃ મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના ગુન્હામાં ધરપકડ કરી છે, અને મેડિકલ ટેસ્ટ પછી આજે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેના રીમાન્ડ મંજુર કર્યા છે.

મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવાર, ૧૯ જુલાઈની રાત્રે ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.

રાજને આજે મેડિકલ ટેસ્ટ પછી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં હવે મોટી અપડેટ એછે કે પોલીસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે. શિલ્પા મોટાભાગના બિઝનેસમાં પતિની પાર્ટનર રહી છે. માનવામાં આવે છે કે, ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં શિલ્પાને સમન્સ મોકલી શકે છે.આ દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાના સાથી રયાન થારપની મુંબઈના નેરૃલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ર૦ જુલાઈ સવારે ચાર વાગ્યે રાજ કુન્દ્રાને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસથી મુંબઈની જેજે હોસ્પિટલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારપછી ૪-૧પ વાગે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસ લાવવામાં આવ્યો હતો. હવે રાજને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના મતે રાજ વિરૃદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૮-૧૦ કરોડ રૃપિયાનું રોકાણ કર્યું હતું.રાજ તથા બ્રિટનમાં રહેતા તેના ભાઈએ કેનરિન નામની કંપની બનાવી છે. ભારતમાં વીડિયો શૂટ કરીને વી ટ્રાન્સફરના માધ્યમથી કેનરિનને મોકલવામાં આવતો હતો. રાજે આ કંપની બનાવી છે અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી ભારતના સાઈબર લોથી બચી શકાય છે.

વર્ષ ૧૯૭પ માં બ્રિટનમાં જન્મેલો રાજ કુન્દ્રા એક સફળ કારોબારી તરીકે ઓળખ ધરાવે છે, જો કે તેની ઓળખ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે થઈ રહી છે. રાજ કુન્દ્રાને વર્ષ ર૦૦૪ માં એક બ્રિટીશ સામયિકે સૌથી શ્રીમંત એશિયાઈ બ્રિટીશની યાદીમાં ૧૯૮ મું સ્થાન આપ્યું હતું. તે ૧૦ કરતા વધારે કંપનીનો માલિકી હક્ક અથવા હિસ્સેદારી ધરાવે છે.

રાજ કુન્દ્રા પર આઈપીસી કલમ ર૯ર, ર૯૩-અશ્લીલ સામગ્રી બનાવવી તથા વેંચવી, કલમ ૪ર૦-વિશ્વાસઘાત, છેતરપિંડી, ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ ૬૪, ૬૭(એ)-ઈલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રી નાખવી તથા પ્રસાર કરવો, ઈન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એક્ટ, કલમ ર(જી) ૩, ૪, ૬, ૭-મહિલાઓ સંબંધિત અશ્લીલ સામગ્રી બનાવવી અને તેને વેંચવી અને પ્રસાર કરવી વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધી કેસ કરાયો છે.

ઈન્ટરનેટના માધ્યમથી અશ્લીલતાનો વેપાર આજકાલ ઘણો જ વધી ગયો છે. આ જ કારણે પોર્નોગ્રાફી એક મોટો બિઝનેસ બની છે. ફોટો, વીડિયો, ટેક્સ્ટ, ઓડિયો જેવી બાબતો પોર્નોગ્રાફીમાં આવે છે. આ પ્રકારની સામગ્રી પ્રકાશિત કરવી, કોઈને મોકલવી અથવા અન્ય કોઈ માધ્યમથી પ્રકાશિત કરવી અને મોકલી તે બાબત એન્ટી પોર્નોગ્રાફી લોમાં આવે છે.

બીજાના નગ્ન કે અશ્લીલ વીડિયો તૈયાર કરવા અથવા એમએમએસ બનાવવા અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી આ પ્રકારની સામગ્રી મોકલવી અથવા કોઈની મરજી વિરૃદ્ધ અશ્લીલ સંદેશા મોકલવા આ કાયદા હેઠળ આવે છે. પોર્નોગ્રાફી પ્રકાશિત , પ્રસારિત કરવી તથા ઈલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી પહોંચાડવી ગેરકાનૂની છે. અશ્લીલ સામગ્રીને જોવી, વાંચવી કે સાંભળવી ગેરકાનૂની નથી. ચાઈલ્ડ પોર્નોગ્રાફીને ગેરકાનૂની માનવામાં આવે છે.

આ કેસમાં આઈટી કાયદાની ર૦૦૯ ની ધારા ૬૭ (એ) તથા આઈપીસીની કલમ ર૯ર, ર૯૩, ર૯૪, પ૦૦, પ૦૬ તથા પ૦૯ હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતા પહેલી ભૂલ પર પાંચ વર્ષની જેલ અથવા ૧૦ લાખ રૃપિયા સુધીનો દંડ થઈ શકે છે, જો કે બીજી ભૂલ પર જેલની સજા ૭ વર્ષ સુધી વધી શકે છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit