અનૈતિક સંબંધની શંકા ઉપજતા મહિલાના ઘરમાં ઘુસી મહિલા અને પુત્ર કરાયો હુમલો: મહિલાના પિતાને ધમકી અપાય

જામનગર તા.૧૭ઃ  જામનગરના શરૃ સેકશન રોડ પર પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલી એક ઈમારતમાં મહિલાના મકાનમાં ઘુસી ગયેલા અન્ય એક મહિલા તથા બે શખ્સે અનૈતિક સંબંધની શંકા પરથી મહિલા તથા તેમના પરિવાર પર હુમલો કર્યો હતો.

જામનગરના શરૃસેકશન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટર પાછળ ગોલ્ડન સિટી નજીક તંબોલી ભવનની એ વીંગમાં રહેતા જેસલબેન વિશાલભાઈ ત્રિવેદી (ઉ.વ.૨૮) નામના મહિલા પર ગઈકાલે બપોરે તેમના પાડોશી સંગીતાબેન અજયસિંહ, એક અજાણ્યા શખ્સ તથા સંગીતાબેનના ભાઈ હર્ષે ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો.

આ મહિલા પર અનૈતિક સંબંધનો શક રાખી ઉપરોકત શખ્સોએ બઘડાટી બોલાવી હતી. તેઓેએ જેસલબેનના પુત્રને પકડી રાખી ગાળો ભાડી ફડાકા ઝીંકયા હતા અને હર્ષે અણછાજતા અડપલા કરી સંગીતાબેનને પછાડી દઈ હોઠ પર બચકુ ભર્યું હતું અને લાતો મારી હતી. જયારે સંગીતાબેને સાણસીથી વાસામાં ઈજા પહોંચાડી હતી. વચ્ચે પડનાર જેસલબેનના પિતાને પતાવી દેવાની ધમકી આપી હતી તેવી ફરિયાદ જેસલબેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪,૫૦૬(૨), ૩૫૪, ૪૫૨, ૧૧૪, જીપીએકટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit