Advertisement

જામનગર ગ્રામ્યમાં કોરોનાના બે પોઝિટિવ કેસ

ધરારનગરમાં રહેતા એક વૃદ્ધનું મૃત્યુઃ

જામનગર તા. ર૧ઃ જામનગર શહેરમાં ગઈકાલે સતત બીજા દિવસે પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતાં તેમજ છેલ્લા ર૪ કલાકમાં એક દર્દ્યીનું મૃત્યુ થયું છે. હાલ માત્ર ૧૧ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.

જામનગરમાંથી કોરોના વાઈરસ વિદાય લઈ રહ્યો છે. નવા કેસોની સંખ્યા સદંતર ઘટીને તળિયે પહોંચી છે. દરમિયાન ધરારનગર વિસ્તારમાં રહેતા અમીનાબેન નામના ૭૦ વર્ષના એક વૃદ્ધાનું આજે કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

ગઈકાલે શહેરમાં એક પણ કેસ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતાં. હવે આજની સ્થિતિએ જી.જી. હોસ્પિટલમાં માત્ર ૧૧ દર્દીઓ દાખલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit