Advertisement

પદ્મશ્રી ડો. કે.એમ. આચાર્ય દ્વારા રક્તપિત્તમુક્ત દર્દીઓને રાશન કીટ સહિતની સાધન સહાય

જામનગર તા. ૯ઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પર મી જન્મ જયંતીના અવસરે ગાંધી વિચારધારાને વરેલા જામનગરમા જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ સેવાભાવી પદ્મશ્રી ડો. કે.એમ. આચાર્ય દ્વારા પૂ. દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા શ્રી આણદાબાવા સંસ્થાના આર્થિક સહયોગથી રક્તપિત્ત મુક્ત દર્દીઓને ઘઉં, ખીચડી, તેલ, ગોળ, ઘી, ખાંડ, ચા, મસાલા કીટ સહિતની રાશન કીટ સાથે સિલાઈ મશીન તથા સાયકલની સાધન સહાય કરવામાં આવી હતી. દરેક લાભાર્થીને તેમના ઘરેથી કાર્યક્રમના સ્થળ ડો. કે.એમ. આચાર્યની હોસ્પિટલ, વાલ્કેશ્વરીનગરી સુધી આવવાનું તથા ઘરે પરત જવાનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ડો. કે.એમ. આચાર્ય દ્વારા ૧૦ હજારથી વધુ રક્તપિત્તના દર્દીઓને રોગમુક્ત કરી આર્થિક સહયોગ આપી સામાજીક-આર્થિક રીને આત્મનિર્ભર કરવામાં આવ્યા છે. રક્તપિત્તના દર્દીઓ માટે ૧રપપ નિદાન કેમ્પ કરી ચૂકેલા ડો. કે.એમ. આચાર્યએ ૧રપ૦ થી વધુ બાળદર્દીઓને મહાત્મા ગાંધીની આત્મકથાનું નિઃશુલ્ક વિતરણ કરી તેમના ચરિત્ર ઘડતરમાં પણ ફાળો આપ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit