Advertisement

દિલ્હીની એઈમ્સમાં બર્ડફ્લૂથી દેશનું પ્રથમ મૃત્યુ નોંધાતા હાઈએલર્ટ જાહેર

દર્દીના સંપર્કમાં આવનારાઓને પણ આઈસોલેટ કરાયા

નવી દિલ્હી તા. ર૧ઃ દિલ્હીમાં બર્ડફલૂના લીધે દેશનું પ્રથમ મોત થયું છે, જેથી કેન્દ્રએ હાઈએલર્ટ જાહેર કર્યુ છે. દિલ્હી એઈમ્સમાં દાખલ ૧૧ વર્ષિય બાળક ચેપનો શિકાર બન્યો હતો અને મોત નિપજ્યું હતું, તે પછી એલર્ટ જાહેર કરાયું છે.

દેશમાં એવિયન ફ્લૂ એટલે કે બર્ડફ્લૂને કારણે મૃત્યુ થયાના પહેલા કેસ નોંધાયા છે. દિલ્હી એઈમ્સમાં દાખલ ૧૧ વર્ષિય બાળક ચેપનો શિકાર બન્યો હતો. એક દિવસ પહેલા બાળકનું મૃત્યુ નિપજ્યું હતું, પરંતુ મંગળવારે ચેપનો અહેવાલ મળ્યા બાદ, દેશની બે જુદી-જુદી વૈજ્ઞાનિકોની ટીમો સક્રિય કરવામાં આવી છે. આ સાથે જ સરકારે હાઈએલર્ટ પણ જાહેર કર્યુ છે.

મળતી માહિતી મુજબ બાળકને ર-જુલાઈએ એઈમ્સના ડી-પ વોર્ડમાં દાખલ કરાયો હતો. જ્યારે તેની હાલત અહીં બગડતાં પહેલા તેમને આઈસીયુ અને ત્યારબાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. પરંતુ સોમવારે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે મંગળવારે બપોરે તપાસનો અહેવાલ આવ્યો ત્યારે એમ્સમાં હંગામો થયો હતો. તાત્કાલિક સારવાર આપતી આખી ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. તે જ સમયે પૂણેમાં નેશનલ ઈન્સ્ટિટયુટ વાયોરોલોજી (એનઆઈવી) અને નવી દિલ્હીમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી) દ્વારા બાળકના નમૂનાની તપાસ કરવામાં આવી હતી અને સકારાત્મક પરીક્ષણ મળી આવ્યું હતું. હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાઈ એલર્ટ જારી કર્યુ છે.

બાળકનો આખો પરિવાર અને સંપર્કમાં આવનારાઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સર્વેલન્સ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓળખ જાહેર કરી શકાતી નથી, પરંતુ એઈમ્સના સૂત્રો કહે છે કે, બાળક કોઈ બહારના રાજયનો રહેવાસી હતો, તે દિલ્હીનો રહેવાસી ન હતો. એઈમ્સના વરિષ્ઠ ડોક્ટરે કહ્યું કે, એવિયન ફ્લૂ માત્ર ઝડપથી ફેલાતો નથી, પરંતુ તે મૃત્યુ દર સાથે સંક્રમણનો જોખમ પણ વધારે છે. દેશમાં વાર્ષિક આવા આશરે પાંચ હજાર કેસ આવે છે, પરંતુ આ વર્ષનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. પક્ષીઓ સિવાય, આ ચેપ માણસોમાં પણ ઝડપથી ફેલાય છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit