Advertisement

ખંભાળિયાના ભાડથરમાં જુગારની મહેફીલ ઝડપાઈ ત્રણ મહિલા સહિત આઠ સામે ગુન્હો

જામનગર તા. ૨૦ઃ ખંભાળિયાના ભાડથર ગામમાં આવેલા એક ખેતરમાં ગઈકાલે સાંજે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતાં બે શખ્સ દ્વારા ચલાવાતો જુગારનો અખાડો ઝડપાઈ ગયો હતો. ત્યાંથી ત્રણ મહિલા સહિત સાત પકડાયા હતા અને એક નાસી ગયો હતો. જ્યારે દ્વારકામાંથી બે મહિલા સહિત ચાર તીનપત્તી રમતાં ઝડપાઈ ગયા હતા.

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં તેના માલિક નાલ ઉઘરાવી કેટલાંક શખ્સોને જુગાર રમાડતાં હોવાની બાતમી મળતાં ગઈકાલે સાંજે ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો.

ત્યાં આવેલી દુલાભાઈ ભોજાભાઈ રૃડાચની વાડીમાં ત્રાટકેલી પોલીસને તે સ્થળ પર દુલાભાઈ તેમજ પુંજાભાઈ વરજાંગભાઈ ભાનને નાલ આપી જુગાર રમતાં દુલાભાઈ સામરાભાઈ લુણા, હરભમ સામતભાઈ મોઢવાડિયા, માંડણ માણસુરભાઈ રૃડાચ તેમજ ભીનીબેન વાલજીભાઈ જોષી, રામીબેન છગનભાઈ કાંબરીયા, મનિષાબેન ઉર્ફે આરતી ધર્મેશભાઈ હિંડોચા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતાં. પોલીસે પુંજાભાઈ સહિત સાતેયની અટકાયત કરી હાલમાં નાસી ગયેલા દુલા ભોજા રૃડાચની શોધ હાથ ધરી છે. પટમાંથી રૃા. ૧,૫૭,૨૦૦ રોકડા, ચાર મોબાઈલ, એક મોટર મળી કુલ રૃા. ૩,૬૮,૭૦૦નો મુદમાલ કબ્જે કરાયો છે. દ્વારકા શહેરમાં આવેલી જલારામ સોસાયટી પાસે ગઈકાલે સાંજે જાહેરમાં રોનપોલીસ રમતાં વનરાજભા કારૃભા માણેક, રાજમલભા દેવભા માણેક, અર્પણાબેન વિશાલભાઈ ભઠડ, મંગુબેન ભીખાભાઈ માણેક નામના ચાર વ્યક્તિને પોલીસે અટકાયતમાં લઈ  ૨૦૧૦ની રોકડ ઝબ્બે લીધી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit