શહેરમાં દિન દહાળે વધતા ગુન્હાનો વધુ એક કિસ્સો: યુવાનને સામાન્ય ઉઘરાણી બાબતે શહેરના મુખ્ય માર્ગ પર છરીથી કરાયો હુમલો

જામનગર તા. ૪ઃ જામનગરના એક યુવાને મોબાઈલના બાકી પૈસાની ઉઘરાણી કરતા તેના પર છરી વડે હુમલો કરાતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં ખારવા ચકલા રોડ પર આવેલી ઝંડુ ભટ્ટની શેરીમાં રહેતા ચિંતન મહેન્દ્રભાઈ બુધ્ધ નામના કંસારા યુવાને રામેશ્વર નગરમાં રહેતા કુલદીપસિંહ ઝાલા નામના શખ્સને એક મોબાઈલ વેચાતો આપ્યો હતો. તેના પૈસા લેવાના બાકી હતાં. તે રકમની ચિંતને ઉઘરાણી કરી હતી. ત્યારપછી ગુરૃવારની રાત્રે રામેશ્વરનગરમાં આવેલા બસ સ્ટોપ પાસે ચિંતન આવ્યો હતો. જ્યાં તેણે કુલદીપસિંહ પાસે પૈસા માગતા ઉશ્કેરાયેલા આ શખ્સે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી ચહેરા પર ઈજા પહોંચાડી હતી. તે બાબતની સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit