Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસોનો ડ્રો યોજાયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવાયેલ આવાસો ખાલી પડ્યા છે. આવા ૩૬ આવાસ માટે આજે મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના હોલમાં ડ્રો યોજવામાં આવ્યો હતો, જો કે એમ.પી. શાહ ઉદ્યોગનગર યોજનામાં ૬૦, મયુરનગર મેઈન રોડ પરના આવાસમાં ર૪ ફ્લેટ અને હાપા વિસ્તારમાં ર૦ ફ્લેટ મળી કુલ ૧૦૪ ફ્લેટ ખાલી પડ્યા છે. જે માટે કુલ ૩૬ ફ્લેટ માટે ૪૧ અરજી મળી હતી, જેનો આજે ડ્રો યોજવામાં આવ્યો હતો અને ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. આ ડ્રો સમયે મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્સિંહ જાડેજા, શાસક જુથ નેતા કુસુમબેન પંડ્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી, અધિકારી અશોક જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit