Advertisement

ઘેલડા તથા ગોદાવરી ગામમાં બે વ્યક્તિ બન્યા વીજ આંચકાનો ભોગ

જામનગર તા. ૨૭ઃ લાલપુરના સેવકધુણીયા ગામમાં ઉભા પાકમાં દવાનો છંટકાવ કરતાં એક પ્રૌઢને દવાની અસર થઈ જતાં તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે જામજોધપુરના ઘેલડા તથા લાલપુરના ગોદાવરી ગામમાં બે વ્યક્તિને ગઈકાલે વીજ આંચકો ભરખી ગયો છે.

લાલ૫ુર તાલુકાના સેવક ધુણીયા ગામમાં રહેતા નરજોરામ ઘેલારામ દુધરેજીયા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગયા ગુરુવારે સવારે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે તેઓને દવાની અસર થવા લાગતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજયું છે. પુત્ર ચંદ્રરામ દુધરેજીયાએ લાલપુર પોલીસને જાણ કરી છે.

જામજોધપુર તાલુકાના ઘેલડા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સવારે ખેતરમાં કવિબેન કરશનભાઈ કારેણા નામના સગર મહિલા ઘાસ વાઢી રહ્યા હતા ત્યારે ખેતરમાં આવેલા ઈલેકટ્રીકના ટ્રાન્સફોર્મર પાસેથી તેઓને જોરદાર વીજ આંચકો લાગતા આ મહિલા ફેંકાઈ ગયા હતા. સારવારમાં ખસેડાયેલા કવિબેનનું મૃત્યુ થયું છે. પતિ કરશન માલદેભાઈ કારેણાએ પોલીસને જાણ કરી છે.

લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં રહેતા બાબુભાઈ ગાંડાભાઈ ગમારા (ઉ.વ. ૪૫) નામના ભરવાડ યુવાન ગઈકાલે સવારે ગોદાવરી ગામની ગલા સીમ પાસે એક વાડીના શેઢા નજીક હતા ત્યારે તેઓને વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનનું મૃત્યુ થયાનું કારાભાઈ રામાભાઈ ગમારાએ પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit