Advertisement

અડધા જામનગરમાં ખીજડિયા પંપ હાઉસમાં પાણી ભરાઈ જતા ત્રણ દિવસ માટે પાણી વિતરણ ઠપ્પ

જામનગર તા. ૧૪ઃ જામનગર શહેર-તાલુકામાં શનિ-રવિ અને સોમવારના અતિ ભારે વરસાદના કારણે ખીજડિયા બાયપાસ પાસે મનપાના પંપ હાઉસમાં છ-છ ફૂટ પાણી ભરાઈ ગયા હતાં. આ પંપહાઉસમાં જનરેટર, ઈલે. મોટરો, સ્વીચ બોર્ડ પેનલ સહિતની મશીનરી પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. પંપહાઉસમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને અમદાવાદથી નિષ્ણાત ટેકનિકલ સ્ટાફ આવશે અને તમામ મશીનરી, મોટરો, સ્વીચ બોર્ડને કાર્યરત કર્યા પછી જ પાણી વિતરણ શક્ય બની શકશે. મનપાના વોટર વર્કસના ઈજનેર બોખાણીના જણાવ્યા પ્રમાણે આ પંપહાઉસ હેઠળના પાંચ જેટલા ઈએસઆર વિસ્તારમાં કમસેકમ ત્રણ દિવસ પાણી વિતરણ થઈ શકશે નહીં. અતિ જરૃરિયાતવાળા વિસ્તારોમાં આ દિવસો દરમિયાન માંગણી પ્રમાણે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit