જામજોધપુરના પરડવામાં ગઈકાલે બે ઈંચ વરસાદ પડ્યો

જિલ્લામાં અસહ્ય બફારાની વચ્ચે

જામનગર તા. ૪ઃ જામનગર જિલ્લામાં ગઈકાલે અસહ્ય બફારા વચ્ચે જામજોધપુર પંથકના પરડવા ગામમાં બે ઈંચ વરસાદ થયો હતો. આ સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ થયો નથી.

જામનગર જિલ્લામાં વરસાદના આગમનના અણસાર સમાન ગઈકાલે અસહ્ય બફારો અનુભવાયો હતો, પરંતુ મેઘ મહેર થઈ ન હતી. જો કે, જામજોધપુર તાલુકાના પરડવામાં પપ મી.મી. એટલે કે બે ઈંચ વરસાદ થયો હતો. એ સિવાય લૈયારામાં પાંચ મી.મી.નું ઝાપટું વરસ્યું હતું તો હડિયાણા અને જામનગરમાં છાંટા પડ્યા હતાં. ખંભાળિયા શહેર તથા તાલુકાના ૩૦ થી ૩પ ગામડાઓમાં હળવા વરસાદી ઝાપટાથી અડધો-પોણો ઈંચ વરસાદ થયો હતો. આથી અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit