હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે થઈ એરંડા-ઘઉં-મરચા-અજમાની હરાજી

જામનગર તા. ર૩ઃ જામનગર (હાપા) માર્કેટ યાર્ડમાં આજે એરંડા, અજમો, ઘઉં અને મરચાની હરરાજી થવા પામી હતી.

એરંડા માટે ૧૦૦ ખેડૂતોને બોલાવાયા હતાં. તેમાંથી ૪પ ખેડૂતો આવ્યા હતાં અને ૪૩૯૦ મણની હરાજી થવા પામી હતી. તેમજ એક મણના ૬પ૦ થી ૭૦ર ના ભાવો બોલાયા હતાં. ઘઉંની હરાજી માટે ૯૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતાં. તેમાંથી ૮૦ ખેડૂતો આવ્યા હતાં. અને ૧૪ હજાર મણ ઘઉંની આવક થઈ હતી. ઘઉંનો ભાવ રૃા. ૩૪ર થી ૩૮૧ નો બોલાયો હતો. અજમાની હરાજી માટે ૯૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા તેમાંથી ૯૦ એટલે કે, તમામ ખેડૂતો આવ્યા હતાં. પ૪૭ર મણ અજમાની આવક રહેવા પામી હતી અને રૃા. ૧૮૦૦થી ર૯૦૦ નો ભાવ રહ્યો હતો. જ્યારે મરચાની હરાજી માટે ૩૦ ખેડૂતોને બોલાવ્યા હતાં તેમાંથી ૧પ હાજર રહ્યાં હતાં. ર૧૩ મણ મરચાની આવક થઈ હતી અને ભાવ રૃા. ૧૦૦૦ થી ર૪૦૦ નો રહ્યો હતો.

હવે આવતીકાલે ધાણા ચણા, ઘઉં અને મગની હરાજી થશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit