શેરબજારમાં સવારથી તેજીઃ સેન્સેક્સમાં ૧૦૫૦ પોઈન્ટનો વધારો

મુંબઈ તા. ર૬ઃ શેરબજારમાં આજે સવારથી જ તેજી દેખાઈ રહી છે. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં ૧૦૫૦ પોઈન્ટનો વધારો નોંધાયો છે.

આજે ભારતીય બજાર ફરી એક વખત વધારા સાથે ખૂલ્યું હતું. સવારે સેન્સેક્સ ૧૪૩૬ અંક વધીને ર૯,૮૯૬ પર અને નિફ્ટી ૩૭૦ અંક વધીને ૮૪૯૩ પર કારોબાર કરી રહ્યો હતો. આ પહેલા બુધવારે બજારોમાં ભારે વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૮૬૧ અંક વધીને ર૮,પ૩પ પર અને નિફ્ટી પ૧૬ અંક વધીને ૮૩૧૭ પર બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીના શેરોની ભારે ખરીદી બજારને ઉપર ઊઠાવવામાં બુધવારે સફળ રહી હતી. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સમાં ૧૦૫૦ પોઈન્ટનો વધારો નોંધાયો છે.

બુધવારે અમેરિકાના બજારની સાથે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોસ જોન્સ ર.૩૯ ટકાના વધારા સાથે ૪૯પ.૬૪ અંક વધી ર૧,ર૦૦.૬૦ પર બંધ થયો હતો, જો કે અમેરિકાના બીજા બજારો નેસ્ડેક ૦.૪પ અંક ઘટીને ૩૩.પ૬ અંક નીચે ૭૩૮૪.૩૦ પર બંધ થયા હતાં. બીજી તરફ એસએન્ડપી ૧.૧પ ટકા વધારા સાથે ર૮.ર૩ અંક વધીને ર૪૭પ.પ૬ પર બંધ થયો હતો. ફ્રાન્સનો સીએસી ૪૦ ટકા વધારા સાથે ૪,૪૩ર.૩૦ અંક પર બંધ થયો હતો.

આજે બેંકીંગ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે વધારા સાથે બંધ થનાર બેંકીંગ સેક્ટરમાં ૧૪.૯૯ ટકા સુધી વધારો જોવા મળ્યો. ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં ૧૪.૯૯ ટકા વધારો જોવા મળી રહ્યો છે.

close
Nobat Subscription