Advertisement

ખાનગીકરણના વળગાડને કાઢોઃ ક્રિપ્ટો કરન્સી દેશને બરબાદ કરશેઃ ગુજ. બેંક વર્કર્સ યુનિયન

જામનગર તા. ર૪ઃ ગઈકાલે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનની સામાન્ય સભા મળી હતી. જેમાં જો આગામી શિયાળુ સત્રમાં ખાનગીકરણનું બિલ મૂકવામાં આવે તો બેંક કામદાર અચોક્કસ મુદ્તની હડતાલ સહિત સંગઠનાત્મક પગલાં ભરવા તૈયાર છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સરળ ભાષામાં ગુજરાત બેંક વર્કરના પ્રમુખ નરેન્દ્ર દવેએ જામનગરમાં સરકારના ખાનગીકરણ સામે કેવી રીતે લડવું તેની સમજ આપી હતી. તેમણે હાલની સરકારને મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને લોકવિરોધી કહી હતી અને ઉમેર્યું હતું કે, આ લોકવિરોધી સરકાર સંપત્તિનું જે ઉત્પાદન થાય છે તેનું ખરેખર વિભાજન થતું નથી અને મૂઠીભર ઉદ્યોગપતિઓના હાથમાં જાય છે. અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ થતો જાય છે.

તેમણે વેધક પ્રશ્ન કર્યો હતો કે ૧પ,૦૦૦ કે ૧૮,૦૦૦ કમાતી વ્યક્તિ શું તેના ઘરનું ભરણપોષણ કરી શકે? જો ક્રિપ્ટો કરનસીને માન્યતા આપવામાં આવશે તો દેશનું અર્થતંત્ર બરબાદ થઈ જશે અને જે પૈસા બીટકોઈનમાં રોકાયા છે તે બધા પૈસા દેશના મૂઠીભર ઉદ્યોગપતિઓના હાથમાં જાય છે. માટે બેંક કર્મચારી તરીકે વિરોધ કરવો જોઈએ. ખાનગીકરણ પછી નોકરીની સલામતી ૧ વર્ષ સુધી જ રહેશે. ર૩ વર્ષની લડત પછી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને જો તેનું ખાનગીકરણ થાય તો ગરીબ પ્રજાની મહામૂલી બચત મૂઠીભર ઉદ્યોગપતિઓ તરફ જશે.

બેંકનો કામદાર બદલાવ માટે તૈયાર છે, પરંતુ કામદારના હિતમાં હોઈ તો અને બેંક કામદાર, જનહીતમાં ન હોઈ તેવા પગલાંઓનો વિરોધ કરશેજ, અને માટે જ રાજનીતિમાં ન પડીએ તો પણ સમજવું ખૂબ જરૃરી છે અને ૧૯૭૭ માં દેશની પ૪૭ બેંકો ફડચામાં ગયેલ છે.

પેટ્રોલિયમ, વીમો, રેલવે અને અન્ય ધીકતો નફો કમાતા ઉદ્યોગોને વેંચીને દેશનું નિકંદન કાઢવા આ સરકાર ઉતાવળી થઈ છે, પરંતુ બેંકનો સંગઠિત વર્ગ ખાનગીકરણને ખાળીને જ રહેશે. આ ઉપરાંત તેમને એવું પણ કહ્યું હતું કે, આ સરકારે પક્ષ માટે અગણિત ભંડોળ ભેગું કર્યું છે. અત્યારે ર૦૦૦ કરોડ તો જાહેરાત પાછળ ખર્ચી નાખ્યા છે. આ સરકારને ગમે ત્યાંથી મિલકતો વેંચીને પણ પૈસા જોઈએ છે. આરબીઆઈના ૧,૭પ,૦૦૦ કરોડ અનામતના લઈને પણ સરકારનું પેટ ભરાતું નથી. આ સરકાર શાંત આંદોલનને સાંભળતી નથી તેથી સવાલ ઊઠે છે કે, શું સરકાર હિંસાત્મક આંદોલન થાય તેની રાહ જોવે છે?

ગરીબ અને ભૂખી પ્રજા ભણેલ વર્ગ પાસેથી જાગૃતિની આશા રાખે છે અને બેંક કામદાર આ જાગૃતિ બતાવશે. અંતમાં નરેન્દ્રભાઈ દવેએ કહ્યું હતું કે, એક જવાબદાર સંગઠન તરીકે એક સરહદના સૈનિક તરીકે આ લોકવિરોધી સરકાર સામે લડવા તૈયાર રહેજો અને ફના પણ થવું પડે તો તૈયાર રહેજો. મોટા બલિદાન આપીને ખાનગીકરણને ગમે તેમ કરીને ખાળજો અને મુક-બધિર સરકારની સાન ઠેકાણે લાવજો અને જે જે વસ્તુ વેંચવી છે એ કોઈના બાપદાદાની અંગત નથી પણ ભારત માતાની છે ને આ સરકારને દહેજમાં આવેલી નથી.

આ બેઠકમાં કુલીન ધોળકિયા (જિલ્લા મંત્રી જામનગર) એ પણ ઉપસ્થિત રહીને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ સામાન્ય સભામાં બહોળી સંખ્યામાં બેંક કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit