દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા ફોજદારની નિમણૂકઃ પ્રબુદ્ધ નાગરિકોમાં હર્ષની લાગણી

ખંભાળીયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયેલા અને કડક કામગીરીથી લોકચાહના મેળવનાર મહિલા પીએસઆઈને ફરીથી દેવભૂમિ દ્વારકામાં મૂકવામાં આવતા હર્ષની લાગણી પ્રસરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકમાં બેએક વર્ષ પહેલાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવી ગયેલા મહિલા અધિકારી સી.બી. ઝાલાને ફરીથી દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. ત્રણેક વર્ષ પહેલાં મીઠાપુર નજીકથી કેફી ડ્રગ બનાવવાની એક મીની ફેક્ટરી તત્કાલીન પીઆઈ ચંદ્રકલાબા ઝાલાએ પકડી પાડી હતી. તે પછી તપાસના શરૃ થયેલા ધમધમાટ દરમ્યાન એક કેસના સંદર્ભે અદાલતમાં રજુ થયેલી માહિતીના મુદ્દે આ અધિકારીને ફરજ મોકુફ કરવામાં આવ્યા હતાં. તે પછી આ અધિકારી વડોદરા સ્થિત હેડ કવાટરમાં હતા ત્યાંથી ફરીથી તેમને ફરજ પર લેવામાં આવ્યા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયેલા આ અધિકારીએ પોતાના કાર્યકાળ દરમ્યાન કડક કામગીરી કરતા સમાજનો મોટાભાગનો વર્ગ આ અધિકારીની અન્યત્ર બદલી થતા નારાજ થયો હતો. ત્યારે ફરીથી તે અધિકારીને દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવતા આનંદની લાગણી પ્રસરી છે.

close
Ank Bandh
close
PPE Kit