Advertisement

જાહેર શાંતિમાં અડચણ કરતાં ત્રણ શખ્સની કરાઈ અટકાયત

જામનગર તા. ૧૩ઃ કલ્યાણપુરના રાવલમાં ગઈરાત્રે સરાજાહેર િ્નર્લજ્જ વર્તન કરી જાહેર શાંંતિ વ્યવસ્થામાં અડચણ થાય તે રીતે હોહા કરતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે. કલ્યાણપુર તાલુકાના રાવલના બસ સ્ટેન્ડ પાસે કેટલાક શખ્સો જાહેરમાં એકઠા થઈ નિર્લજ્જપણે વર્તન કરતા હોવાની પોલીસને જાણ કરાતા કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીએસઆઈ એસ. કે. બારડના વડપણ હેઠળ દોડી આવ્યો હતો. તે સ્થળે ચીચીયારીઓ પાડી જાહેર શાંતિમાં ખલેલ કરતાં અને નિર્લજ્જપણે વર્તન કરતાં રાવલ ગામના વિજય નગાભાઈ વાઘેલા, દિવ્યેશ પરબતભાઈ વાઘેલા તથા રાહુલ જીવાભાઈ જાદવ નામના ત્રણ કોળી શખ્સને પોલીસે પકડી લીધા હતા. ત્રણેય સામે પો.કો. ડી. એમ. બાવળીયાએ ખુદ ફરિયાદી બની જી.પી.એક્ટની કલમ ૧૧૦ તથા ૧૧૭ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit