Advertisement

જામનગર જિલ્લાના અણઉકેલ પ્રશ્નો અંગે શાસકપક્ષ ભાજપના ધારાસભ્યની રજુઆત

જામનગર તા. ૧૯ઃ જામનગર જિલ્લા ફરિયાદ સમિતિની મળેલી મિટિંગમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જિલ્લાના તાલુકાના ગામોના ચેકડેમ, વીજળી, એસ.ટી., પીએચસી સેન્ટર, સ્મશાન માટેની જગ્યા નક્કી કરવા અન્ય વિકાસના કામો જિલ્લાની આમ જનતાને અસર કરતા અણઉકેલ પ્રશ્નનો તાકિદે ઉકેલ લાવવા માટે રજુઆત કરી હતી.

જામનગર તાલુકાના નાઘેડી ગામથી જામનગર બાયપાસને જોડતો રસ્તો બનાવવા, ઉચ્ચતર પગાર ધોરણ તથા જનરલ પ્રો. ફંડનું બાકી ચુકવણા, ચેલા ગામે ૬૬ કે.વી. અને તાલીમ ભવનની બાજુમાં પુલ બનાવવા, ચેલા-૨ ગામે વરસાદી પાણીના નિકાલ માટે  બે  પુલીયા બનાવવા, સપડા ગામથી હાઈવેને જોડતો રસ્તો રી-કાર્પેટ કરવા, સરમત ગામથી સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો રીપેર કરવા, ચાવડાથી નેવીમોડા-અલીયાથી મોડાથી ગંગાજળાથી રામનગર-ચંગા ટુ એસએચ.રોડ - શેખપાટ થી એસ.એચ. રોડ, પર જંગલ કટીંગ કરવા, દરેડ ગામે ગોડાઉન ઝોનનો મકાન પરથી પસાર થતી વીજ લાઈન બદલવવા, ખીમલીયા ગામે વીજ પોલ બદલવવા, સચાણા ગામે જે.જી. વાય. ફિડરમાં અલગ ટી.સી. તથા વીજ પોલ નાખવા, સચાણા ગામે વીજપોલ ઉભા કરવા, સિક્કા ગામે નવા વીજપોલ નાખવા, ધ્રાંગડા ગામે ખેતીની જમીનમાં નબળા વીજપોલ બદલવા , દોઢીયા ગામે વીજતાર બદલી કેબલ નાખવા, જુના નાગના ગામે વીજ વાયરમાં પીવીસી પાઈપ નાખવા, ચંદ્રગઢ, રામપર, ઠેબા, સચાણા ગામોમાં લો-વોલ્ટેજની સમસ્યા દૂર કરવા વધારાના ટીસી મૂકવા, જાંબુડા, ખીજડીયા અને ખીમલીયા ગામમાં વીજ પુરવઠાની અનિયમિતતા દૂર કરવા, લાખાબાવળ ગામે બોરમાં મોટર, પાઈપ લાઈન તથા વાયરીંગ ફાળવવા, ધુતારપુર ગામે ક્ષાર અંકુશ વિભાગનું તળાવ રીપેર કરવા, નાના થાવરીયા ગામે સૌની યોજનામાં વાલ્વ મૂકી ચેકડેમ ભરવા, જાંબુડા ગામે ડો. આંબેડકર હોલની ગ્રાન્ટ ફાળવવા, વિભાપર ગામના કોર્પોરેશન તરફથી આપવામાં આવેલ હાઉસ ટેકસની નોટીસ રદ કરવા, વિરપર ગામે એરીયા પાઈપ લાઈનના આકારમાં સુધારો કરવા રજુઆત કરી હતી.

ધ્રોલ તાલુકાના ધ્રોલમાં ગાર્ડી કોલેજની બાજુમાં આવેલ તળાવ રીપેર કરવા, મોટા સગાડીયા ગામે મંજુર થયેલ જયોતિગ્રામ ચાલુ કરવા, મોટા ગરેડીયા ગામે પી.એચ.સી. સબ સેન્ટરના મકાનનું કામ પૂર્ણ કરવા, ધ્રોલ રેલવે સ્ટેશન પ્રા. શાળામાં બે ધોરણનો ઘટાડો કરવામાં આવે તે વધારો કરવો.

જોડીયા તાલુકાના હડીયાણા ગ્રામ પંચાયતનું જર્જરીત મકાન માટેનું પ્રમાણપત્ર આપવા, બાલાચડી ગામે ચેકડેમ રીપેર કરવા તથા કોઝવે બનાવવા, બાલાચડી ગામે પ્રા. શાળાની બાજુમાં નવું ટી.સી. તથા સ્ટ્રીટ લાઈટના તાર ખેંચવા અને નમી ગયેલ વીજપોલ સીધા કરવા, બેરાજા ગામે ઈન્દિરા આવાસની બાજુમાં સ્ટ્રીટ લાઈટ વીજપોલ ઉભા કરવા, બેરાજા ગામે સ્મશાન કમ્પાઉન્ડની અંદરના વીજપોલ ખસેડવા, કુન્નડ ગામે પીવાના પાણીની અછત દૂર કરવા, હડીયાણા ગામે કંકાવટી સિંચાઈ યોજનાની મેઈન કેનાલ, અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન અને માઈનોર ૧૦ ને મરામત કરવા, મેઘપર ગામે આજી-૪ સિંચાઈ યોજનાની એલબીએમ સીમાંથી અલગ  સેકશન આપવા, વાવડી ગામનો જળસ્ત્રાવ એકમમાં સમાવેશ કરવા રજુઆત કરવામાં આવી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit