| | |

જીપીએસસીની પરીક્ષા સંદર્ભમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોપિયર મશીનો બંધ રાખવા આદેશ

ખંભાળિયા તા. ૯ઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગાંધીનગર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-ર તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-ર ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યા ઉપર ભરતી કરવા માટેની પ્રિલીમનરી પરીક્ષા તા. ૧૩.૧૦.ર૦૧૯ ના સવારના ૧૦ થી પ કલાક સુધીના સમય દરમિયાન યોજાવામાં આવનાર છે. જે પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણના કારણે નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ આવનાર  છે, જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તેમને મળેલ સત્તાની રૃએ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલ ખંભાળિયા, આદર્શ વિદ્યાલય ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખંભાળિયા, દા.સું. ગર્લ્સ હાઈસ્કૂલ ખંભાળિયા, સેન્ટ કર્વ હાઈસ્કૂલ રામનાથ ખંભાળિયા, એમ.જી. દત્તાણી ગર્લ્સ સ્કૂલ પોરનાકા ખંભાળિયાની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં તા. ૧૩.૧૦.ર૦૧૯ ના સવારે ૯ થી ૧૮ કલાક સુધી કોપિયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક્સ સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છેે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit