| | |

બે પરિણીતાઓની સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

જામનગર તા. ૯ઃ લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા યુવરાજસિંહ અનોપસિંહ કંચવા સાથે ગયા માર્ચ મહિનામાં જામનગરના પૂજાબેનના લગ્ન થયા પછી ત્રણેક મહિનામાં જ પતિ અને સાસુ જયાબાએ તેણીને ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. આ યુવતીને અભ્યાસ પૂર્ણ પણ ન કરવા દઈ દહેજની માગણી કરતા સાસુ, પતિએ પહેરેલા કપડે કાઢી મૂકતા આ યુવતીએ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના ઘાંચીવાડમાં રહેતા નસરીન એઝાઝ નામના પરિણીતાને પતિ એઝાઝ ગની મેતર, સસરા ગની મહમદ મેતર તથા સાસુ ખેરૃનબેને લગ્નના નવ વર્ષ પછી ત્રાસ આપી કાઢી મૂકતા આ મહિલાએ જામનગરની અદાલતમાં પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવી છે. અરજદારણો તરફથી વકીલ રફીક મકવાણા રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit