Advertisement

વોર્ડ નં. ર ના જલારામ મંદિરે વિવિધ દાતાઓ દ્વારા પૂર અસરગ્રસ્તોને રોકડ તથા રાશનકીટનું વિતરણ

જામનગર તા. ર૭ઃ જામનગરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે ત્યારે વોર્ડ નંબર-ર માં જલારામ મંદિર નજીક આવેલા જલારામ નગરમાં અનેક પરિવારો માટે વરસાદથી મુશ્કેલીમાં મૂકાયા હતાં. આ અસરગ્રસ્ત પરિવારોને અલગ અલગ દાતાઓ દ્વારા સહાય કરવામાં આવી હતી.

જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વજુભાઈ પાબારી, ભરતભાઈ મોદી તેમજ આ વિસ્તારના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા અસરગ્રસ્તોને રાશન કીટનું વિતરણ કરાયું હતું જેના દાતા સૌરાષ્ટ્ર કેલસાઈન બોક્સાઈટ એન્ડ એલઆઈડ ઈન્ડસ્ટ્રીઝ હસ્તે વજુભાઈ પાબારી, બાબુભાઈ લાલ પરિવાર હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટ હસ્તે જીતુભાઈ લાલ તેમજ લોહાણા મહાજન જામનગર, શ્રી બારાડી લોહાણા મહાજન સેવા ટ્રસ્ટ તેમજ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્તોને રૃપિયા દસ હજાર રોકડ અને એક માસ ચાલે તેટલું રાશન આપવામાં આવ્યું હતું. આ તકે અસરગ્રસ્તોએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit