Advertisement

સુરતમાં વિદ્યાર્થીને પોલીસે માર માર્યો તેના વિરોધમાં એબીવીપી દ્વારા જામનગર આયુર્વેદ યુનિ.ને તાળાબંધી

બે કલાક શૈક્ષણિક કાર્ય બંધ રખાવી રાજ્યપાલને પાઠવ્યું આવેદનઃ જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડની માંગ દોહરાવી

સુરતમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેમાં આજે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી હતી. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબે રમતા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જના વિરોધમાં એબીવીપી દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે અને નવા નવા કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે જામનગરમાં કલેક્ટરને આવેદન પાઠવાયા પછી આજે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બે કલાક માટે શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે એબીવીપીના આગેવાનો, કાર્યકરો ગુજરાત આયુ. યુનિ. પહોંચ્યા હતાં અને તાળાબંધી કરી હતી તેમજ સૂત્રોચ્ચાર કરી શૈક્ષણિક કાર્ય બંધ રખાવ્યું હતું તેમજ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી જવાબદાર પોલીસ અધિકારી, કર્મચારીને સસ્પેન્ડ કરવા માંગણી દોહરાવી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit