Advertisement

જામનગરના આસામીનું બાઈક ચોરાયું

જામનગર તા. ૨૪ઃ જામનગરના એક આસામીનું મોટરસાયકલ ગયા નવેમ્બર મહિનામાં કે વી રોડ પર કે પી શાહ ઈમારત પાસેથી ચોરાઈ ગયું છે.

જામનગરના સેન્ટ્રલ બેન્ક પાસે આવેલી પતંગીયા ફળીમાં રહેતા અને એકાઉન્ટ લખવાનું કામ કરતાં જીગરભાઈ ભરતભાઈ સોમૈયા નામના આસામીએ પોતાનું જીજે-૧૦-બીએન-૩૧૧૯ નંબરનું હીરો બાઈક ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે.

તેઓએ પોતાનું રૃા. વીસેક હજારનું આ મોટર સાયકલ ગઈ તા. ૨૩ નવેમ્બરની સાંજે છએક વાગ્યે કાશી વિશ્વનાથ રોડ પર આવેલા કે. પી. શાહ હાઉસની ગલીમાં પાર્ક કર્યુ હતું. ત્યાંથી તેની ઉઠાંતરી થઈ ગઈ છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit