Advertisement

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનનો યોજાયો સન્માન સમારંભ

ગુજરાત રાજય પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જોડિયા તાલુકાના આચાર્યો અને તાલુકા સંઘની કોરોબારી મિટિંગ યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા અને શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા સંઘના હોદ્દેદારો દ્વારા અને પદાધિકારીઓને સાલ, પુસ્તકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને રાજય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન જોડિયા તાલુકા શાળાના તમામ આચાર્ય દ્વારા સાલ, પુસ્તકથી કરવામાં આવ્યું હતું અને જિલ્લા પ.પ્રમુખ અને ચેરમેન આચાર્યોને શાળા કક્ષાએ સારી કામગીરી બજાવવા અને કોઈ સમસ્યા હોય તો તુરંત રજૂઆત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જોડિયા તાલુકાના ર શિક્ષિકાબેનનું નિવૃત્ત સન્માન કરવામાં આવ્યું હુતં, જેમાં ભાદરાના આચાર્ય નિલાબેન ચાવડા અને કેશિયા તા.શા.ના શિક્ષિકા સુશીલાબેન ચાવડાનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. બન્ને શિક્ષિકા બહેનોએ તાલુકા સંઘને ૧૧૦૦-૧૧૦૦ રૃપિયાનું અનુદાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ કુબાવતે અને આભારદર્શન સી.આર.સી. અજયભાઈ વિરડાએ કર્યુ હતું.                (તસ્વીરઃ શરદ રાવલ)



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit