થિયેટર પીપલનું નાટક 'ચંદાનું વેકેશન' રર માંથી દ્વિતીય સ્થાને

જામનગર તા. ૧પઃ જામનગરની પ્રતિષ્ઠિત નાટ્ય સંધ્યા 'થિયેટર પીપલ'નું નવું નાટક ખૂબ જ બોલ્ડ અને અલગ વિષય વસ્તુ વાળુ 'ચંદાનું વેકેશન' મુંબઈ ભારતીય વિદ્યા ભવન આયોજીત અદિ મર્ઝબાન નાટ્ય મહોત્સવમાં કુલ રર નાટકો વચ્ચે અંતિમ છ માં પસંદગી પામ્યા પછી દ્વિતીય શ્રેષ્ઠ નાટક અને બીજા અનેક પારિતોષિકો મળતા શહેરની રંગભૂમિનું એક ઓર સીમાચીન્હ રૃપી નાટક સાબિત થયું છે.

વિખ્યાત લેખક-કવિ ડો. રઈશ મનિઆરની ટૂંકી વાર્તાનું નાટ્ય આ લેખન જાણીતા ગૌરવ પુરસ્કૃત રંગકર્મી વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવેલ જેનું સુંદર માવજતભર્યું દિગ્દર્શન જય વિઠ્ઠલાણીએ કર્યું છે. અક બોલ્ડ વિષયને નજાકતતાથી રંગમંચ પર સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. અગાઉ પણ જય વિઠ્ઠલાણી દ્વારા અનેક રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિનીંગ નાટકો 'ભૂમિકા', 'ભૃગુસંહિતા', 'કાળુ એટલે અંધારૃ' જેવા આપણને મળ્યા છે જે શ્રૃખલામાં આ નાટકથી વધારો થયો છે.

નાટક ચંદા નામની રૃપજીવીનાના જીવનના એ એક દિવસ પર આધારીત છે જ્યારે એ ચૌદ દિવસની રજા પરથી પરત ફરી છે. આ હૃદયસ્પર્શી નાટકમાં મુંગા-બેહરા બાળકની ભૂમિકા માટે શહેરની ઉગતી પ્રતિભા અને બાળ કલાકાર એવા દૃશ વિઠ્ઠલાણીને અભિનેતાની કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેતાનું તૃતીય પારિતોષિક મળ્યું હતું. થિયેટર પીપલ સંસ્થામાં સૌથી નાની ઉંમરમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરતા સમગ્ર સંસ્થા તથા સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું હતું.

જ્યારે ચંદાના પાત્ર માટે કેયરી મદલાણીને વિશેષ મેરીટ મળ્યું. આ નાટકમાં નીતા હરિયાણી, દર્શક સુરદિય તથા ભાર્ગવ નંદાને પણ વિશેષ મેરીટ પારિતોષિકો અભિનય બદલ મળ્યા.

શ્રેષ્ઠ સેટ ડીઝાઈન એવોર્ડ રોહિત હરિયાણીને મળ્યો. આ નાટકના લેખક વિરલ રાચ્છને પણ વિશેષ મેરીટ એનાયત કરવામાં આવ્યો હતો. લોકોની આહ અને વાહ બન્ને મેળવી જનારા આ નાટકના અન્ય કલાકારો રાજલ પૂજારા, તુષાર રાઠોડ, પ્રતીક શુક્લા, મોહમ્મદ શફી, અમન મિશ્રા, સિદ્ધાર્થ, દૃષ્ટિ પોપટ, હર્ષ મદલાની, શ્લેશા પટેલ હતાં. સંગીત સંચાલન પિયુષ ખખ્ખર દ્વારા કરવામાં આવ્યું હતું. મુંબઈ અને ગુજરાતભરમાંથી આવેલા નાટકો વચ્ચે અનેક એવોર્ડ સાથે છવાઈ જનાર નાટકે સોરાષ્ટ્ર અને ગુજરાતની રંગભૂમિનું ગૌરવ વધાર્યું છે. આ મહોત્સવમાં અંતિમ ચરણમાં નિર્ણાયક જાણીતા દિગ્દર્શક રાજેશ જોષી અને ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર પ્રતીક ગાંધી તથા અતુલ ઉનડકટ રહ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit