| | |

ગુજરાતમાં દારૃ નહીં મળતો હોય તો રાજનીતિ છોડી દઈશઃ અશોક ગેહલોત

જયપુર તા. ૯ઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રીને ચેલેન્જ આપી છે કે ગુજરાતમાં દારૃ મળતો નહીં હોય તો હું રાજનીતિ છોડી દઈશ, અન્યથા રૃપાણી રાજીનામું આપે. આ નિવેદને ચર્ચા જગાવી છે.

દારૃબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલા નિવેદન પછી જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી રહ્યો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૃપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૃબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના સીએમ સામસામે આવી ગયા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આજે એક આશ્ચર્ય ઉદ્ભવે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગુજરાતમાં દારૃબંધી વિશે જણાવ્યું કે, જો ગુજરાતમાં દારૃ નહીં મળે તો તેઓ રાજનીતિ છોડી દેશે અને જો દારૃ મળી જશે તો રૃપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. આ નિવેદન પછી રાજકારણ ગરમાઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, સીએમ વિજય રૃપાણીના નિવેદન પર રાજસ્થાનના સી.એમ.એ નિશાન સાંધ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લા ૩ દિવસોથી દારૃબંધીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમનેસામને આવી ગયા છે. બન્ને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે આજે રાજસ્થાનના અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીના નિશાના પર વળતો હુમલો કરતા પોતે પડકાર આપ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit