કોરોના વાયરસ સામે લડવા માટે કોર્પોરેટર ક્ષેત્રનો આર્થિક સહયોગ માંગતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર તા. ર૬ઃ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહેલા કોરોના વાયરસ સામે લડવા અને આ મહામારીમાંથી લોકોને બચાવવા પૂર્વ ઉપાયરૃપે તાત્કાલિક રીતે મોટી સંખ્યામાં માસ્ક, સેનેટાઈઝર, ઓક્સિજન સીલીન્ડર, વેન્ટીલેટર તેમજ આ રોગ સામે જરૃરી દવાઓની તાતી જરૃરિયાત હોય, જેને ધ્યાને લઈ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી કોર્પોરેટ સંસ્થાઓ જેવી કે રિલાયન્સ, નયારા એનર્જી, આર.એસ.પી.એલ., ટાટા કેમિકલ્સ, જી.આર. ઈન્ફ્રા., પાવરિકા વિગેરે જેવા નાના મોટા દરેક કોર્પોરેટ સેક્ટર અને ઉદ્યોગૃહોને સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ ઉદ્યોગગૃહો પાસે રહેલા સી.એસ.આર. ફંડમાંથી મોટી રકમનો આર્થિક સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જામનગર સંસદીય મત વિસ્તાર હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત મોરબી તાલુકાના આમરણ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય વિસ્તારોને પણ તાકીદે મદદરૃપ થઈ શકાય તે માટે દરેક કંપનીને પત્ર લખી મોટી રકમનો આર્થિક સહયોગ કરવા ઉપરાંત આ દિશામાં કોરોના વાયરસ સામે લડવા વહીવટી તંત્ર સાથે બધી જ કોર્પોરેટ સંસ્થાઓને તાત્કાલિક યોગ્ય પગલા લેવા માટે સંસદસભ્યએ સૂચન કર્યુ છે.

close
Nobat Subscription