જામનગર જિલ્લા જેલના કેદીઓને અપાઈ કોરોનાની રસી

જામનગર તા. ૭ ઃ હાલમાં ફેલાયેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના અનુસંધાને જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઈ જામનગર જિલ્લા જેલના ઈ.ચા. અધિક્ષક પી.એચ. જાડેજા દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી જામનગર જિલ્લા જેલના બંદિવાનો માટે કોવિડ-૧૯ પ્રતિરોધક રસીકરણ કેમ્પનું જેલમાં જ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૮૪ કાચા આરોપી, ૧૫ પાકા કેદી તથા પાસા અટકાયતી હેઠળના ૦૧ એમ કુલ મળી ૧૦૦ બંદીવાનોને કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાા આવ્યો છે.

આ કેમ્પમાં જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર ડો. ધારાબેન ત્રિવેદી તથા મેડીકલ સ્ટાફ, જામનગર જિલ્લા જેલના ઈ.ચા. અધિક્ષક ,પી.એચ. જાડેજા, જનરલ સુબેદાર બાબુભાઈ જી.પરમાર, ફિઝીશ્યન ડો. સી.એસ. ડાંગેરા, ડો. મલય આચાર્ય, ડો. સુનિલ પ્રસાદ તથા જેલ સ્ટાફે જરૃરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.

close
Ank Bandh 29 March
close
PPE Kit