મહિલા ઉત્કર્ષ યોજનાને આવકારતા જામનગર મહાનગર૫ાલિકાના હોદ્દેદારો

જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક જુથના નેતા, દેડક દ્વારા ગુજરાત સરકારે જાહેર કરેલ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને આવકાર આપી જણાવ્યું છે કે આ યોજના વડાપ્રધાન આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વનું પરિબળ બની રહેશે.

રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૃ કરીને ૧૦ લાખથી વધુ માતા-બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન અપાશે. વડાપ્રધાનના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ અને માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. રાજ્યના ૧ લાખ મહિલા જુથની કુલ ૧૦ લાખ માતા બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. કુલ ૧૦૦૦ કરોડ સુધીનું ધિરાણ મહિલા જુથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૃરી સ્ટેપમ્ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૃા. ૧ લાખનું લોન ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.

close
Ank Bandh
close
PPE Kit