Advertisement

દિગ્વિજય પ્લોટમાં રહેણાંક મકાનમાંથી અંગ્રેજી શરાબની મળી આવી ૬૩ બોટલ

જામનગર તા. ૨૭ઃ જામનગરના વિશ્રામવાડી વિસ્તાર પાસે એક મકાનમાંથી પોલીસે અંગ્રેજી શરાબની ૬૩ બોટલ સાથે એકને ઝડપી લીધો છે. ઝડપાયેલા શખ્સે સાગરીતનું નામ આપ્યું છે. જ્યારે લતીપરના એક શખ્સને ત્રણ બોટલ સાથે પકડી લેવાયો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૫૪ના છેવાડે આવેલી વિશ્રામ વાડી નજીક એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી ૫રથી ગઈરાત્રે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ભરત હંસરાજભાઈ ગોરી નામના શખ્સના આશાપુરા કૃપા નામના મકાનમાં દરોડો પાડયો હતો. તે મકાનની તલાસી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૬૩ બોટલ મળી આવી હતી.

અંદાજે રૃપિયા ૩૧,૫૦૦ની કિંમતની બોટલ કબ્જે કરી પોલીસે ભરત ગોરીની ધરપકડ કરી છે. તેણે પોતાના સાગરીત ભૂપત હંસરાજભાઈ ગોરીનું નામ આપ્યું છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામના ખરાવાડમાં રહેતા વિજય કાનાભાઈ ગમારા નામના શખ્સને પોલીસે લતીપરથી જશાપર વચ્ચેના રોડ પરથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ સાથે પકડી પાડયો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit