Advertisement

નવાગામઘેડની પાછળ એક પરિવારના મકાનમાં ઘૂસેલા પાણીએ વેરી તારાજી

જામનગર તા. ૧૪ઃ જામનગરના નવાગામઘેડ વિસ્તારની પાછળ નદીના કાંઠે વસવાટ કરતાં એક પરિવારના મકાનમાં ગઈકાલે નદીના ધસમસતા પાણી ઘૂસ્યા પછી તે મકાનનું તળિયું તૂટયું હતું. તે પછી ફરી વળેલા પાણીમાં આ પરિવારની ઘરવખરી અને પુત્રીના લગ્ન માટે રાખવામાં આવેલી રોકડ અને દાગીના પણ તણાઈ ગયા છે.

જામનગરના નવાગામઘેડ વિસ્તારની પાછળથી પસાર થતી રંગમતિ-નાગમતિ નદીમાં ગઈકાલે રણજીતઅખ સાગર ઓવરફ્લો થવાના કારણે ઘોડાપુર આવ્યા હતાં. નદીના ધસમસતા વહેણમાં કેટલાક વાહનો ડુબ્યા હતા અને પુરઝડપે આગળ વધી રહેલા પાણી નવાગામ ઉપરાંત રામેશ્વરનગર, ગાંધીનગરના પાછળના વિસ્તારના મકાનોમાં ઘૂસી જતાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી.

તે દરમ્યાન નવાગામ ઘેડના પાછળના ભાગમાં અને નદીના કાંઠે વસવાટ કરતાં નાથાભાઈ રામાભાઈ સોલંકી નામના આસામીના મકાનમાં તળિયું પડી જતાં આ પરિવાર બેહાલ બની ગયો છે. પરિવારની એક પુત્રીના તાજેતરમાં લગ્ન યોજવામાં આવનાર હતા. ત્યારે જ ગઈકાલે વરસાદી પાણીએ તારાજી સર્જતાં આ પરિવારના ઘરના સામાનની સાથે પુત્રીના લગ્ન માટે રાખવામાં આવેલા કેટલાક ઘરેણા અને રૃપિયા એકાદ લાખની રોકડ રકમ પણ પાણીમાં તણાઈ ગઈ છે. એક તરફ ઘરમાં પાણી ભરાવાનું શરૃ થયું હતું અને બીજી તરફ પરિવારજનોને બચાવવાની કોશિષ કરવામાં આવી રહી હતી. તે દોડધામમાં આ પરિવાર ઘરવખરી કે પુત્રીના લગ્નનો સામાન, રોકડ બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આજે સવારે ધીમે ધીમે પાણી ઓસરતાં આ પરિવાર પોતાના રહેણાંકના સ્થળે પરત ફર્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit